વિકિસ્રોતમાં આપનું સ્વાગત છે

એક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે


કૃતિ સૂચિ
સર્જક સૂચિ
પુસ્તક સૂચિ
શ્રાવ્ય પુસ્તક સૂચિ


વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં મુક્ત સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન અમારો સમુદાય કરે છે. અમારી પાસે અત્યાર સુધીમાં ૩૫,૩૫૬ કૃતિઓ આવી છે. યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો. સભાખંડમાં પ્રશ્નો પુછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ.

શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ

રૂપક કૃતિ

માણસાઈના દીવાએ ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૫માં લખેલું રવિશંકર મહારાજનું જીવનચરિત્ર છે.

લોકસેવાના આજીવન દીક્ષિત એવા પાતળી કાઠીના, અડીખમ, ત્રાંબાવરણા, ટીપીને કોઈ શિલ્પીએ ઘડ્યા હોય એવા સત્પુરુષ શ્રી રવિશંકર મહારાજનું જીવનચરિત્ર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. આ કથા સૌ પ્રથમ ઊર્મિ નામના માસિકમાં ટુકડે ટુકડે પ્રગટ થઈ હતી.


વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ.

બરાબર બાવીશ વર્ષો પૂર્વેની એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાહ્યાભાઈ ફોજદારની—એવી ત્રણ લૂંટારુ ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાહ્યો બહારવટિયો પોતાને 'ડાયોભાઈ ફોજદાર' કહેવરાવતો.

એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો; એક પોતડીભર અને એક ટોપીભર. ઉંમર હશે ચાલીશેક.

આમ તો એને વહાણું વાયાથી તે રાતે સૂવા-વેળા થતાં લગી મુસાફરી કરવાની રોજિંદી ટેવ હતી, એટલે રોજ માર્ગે મળતાં ખેડૂત-લોકની પાયલાગણી અને પ્રેમભીની વાણી પોતાને પરિચિત હતી. પણ સીમમાંથી ભરકડા ગામ ભણી પાછા વળતાં લોકોનું આ રાતનું વર્તન કંઈક વિચિત્ર હતું.

કદી ન દીઠેલી તેવી કંઈક આકળવીકળતા ભરી ઉતાવળ આ રાતે મરદો-ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા'ડે તો મધ્યાહનના ધખતા ધોમ–ટાણેય જો આ 'મહારાજ' સામા મળે, તો પોતા–માયલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઉભાડી એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઈક વિશેષ ઉતાવળમાં કેમ હશે ? 'પાછા વળો ને!' એવું કહેવામાં પણ કેમ પોતાના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે ! એમના એ બોલમાં સચિંતપણાની સાથે પાછું કાંઈક દબાઈ જવા જેવું અને ગળું રૂંધાઈ જવા જેવું કેમ હશે ! –એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરો; પણ આવ્યા ભેળો તરત પસાર થઈ ગયો. 'હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાનીએ ઉતાવળમાં હશે. ને હું એક વાર ઊપડ્યો છું તે પાછો ન વળું એ તો તેમને સર્વેને જાણીતી વાત છે.'

(આગળ વાંચો...)
અથવા બધી રૂપક કૃતિઓ જોઈ જુઓ.

સહકાર્ય

અમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ.

હાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈની રચના સ્વામી વિવેકાનંદ પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા અહિં જણાવો. આ કાર્યયોજનાના સંચાલક શ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે.

મુખ્ય શ્રેણીઓ

સર્જક

  • ભોજા ભગત
  • નરસિંહ મહેતા
  • સંત કબીર‎
  • ઝવેરચંદ મેઘાણી‎
  • કલાપી‎
  • નર્મદ
  • પ્રેમાનંદ
  • અખો

કૃતિઓ

  • આરતી, સ્તુતિ, સ્તવન અને સ્તોત્ર
  • નવલિકા‎
  • નવલકથા
  • લોકગીતો‎
  • લગ્નગીતો
  • વ્યાકરણ
  • બાળવાર્તા‎


તાજી ઉમેરેલી કૃતિઓ

સ્વતંત્ર કૃતિઓ

ધૂમકેતુનો પડકાર
(રમણલાલ દેસાઈ)
બહુ પુણ્ય કેરા પુંજથી
(શ્રીમદ્ રાજચંદ્ર)
કોણ કહે કજિયાળો રે!
(ઝવેરચંદ મેઘાણી)
પાઓ પ્રેમરસ પ્રાણજીવન
(દયારામ)
મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી !
(દયારામ)
હાલો ને કીડીબાઈની જાનમાં
(ભોજો)
વાગે રે વાગે આજ નોબત વાગે
(અજ્ઞાત)
સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા
(અજ્ઞાત)
કોણ?
(શામળ)
કોણનો જવાબ
(શામળ)
ઉમા-મહેશ્વર
(રામનારાયણ પાઠક)
પાંદડું પરદેશી (રામનારાયણ પાઠક)
(રામનારાયણ પાઠક)
હોળીથી હેઠા બધા!
(રામનારાયણ પાઠક)
વૈષ્ણવ નથી થયો તું રે હરિજન નથી થયો તું રે
(દયારામ)

પુસ્તકો
કાર્યાધીન

સ્વામી વિવેકાનંદ
(રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ, ૧૯૨૧)

પૂર્ણ પુસ્તકો

બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
(મહાદેવભાઈ દેસાઈ, ૧૯૨૯)
લોકમાન્ય લિંકન
(અજ્ઞાત, ૧૯૫૯)
છેલ્લું પ્રયાણ
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૪૭)
ઋતુગીતો
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૨૮)
અપરાધી
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૮)
હાલરડાં
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૨૮)
બીરબલ વિનોદ
(બદ્રનિઝામી–રાહતી , ૧૯૨૩)
ગુલાબસિંહ
(મણિલાલ દ્વિવેદી, ૧૯૨૪)
દરિયાપારના બહારવટિયા
( ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૨)
પલકારા
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૫)
સત્યની શોધમાં
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૨)
સ્નેહસૃષ્ટિ
(રમણલાલ દેસાઈ, ૧૯૫૩)
મહાન સાધ્વીઓ
(શિવપ્રસાદ પંડિત અને અન્ય, ૧૯૨૯-૩૦)
તાજી ઉમેરેલી કૃતિઓ પૈકી અમુકની આંશિક યાદી (ઉમેરો)

શ્રાવ્ય પુસ્તક

આજકાલના ધમાલ ભર્યા વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં પુસ્તક વાંચવાનો સમય કાઢવો એક પડકાર જ છે. આથી જન સમુદાય તેમને મળતા ટૂંકા વિરામો જેમકે પ્રવાસ આદિના સમયમાં તથા પ્રજ્ઞાચક્ષુ મિત્રો પણ સાહિત્યને માણી શકે તેવા ઉદ્દેશ્યથી ગુજરાતી શ્રાવ્ય પુસ્તકો (Gujarati Audio Book) વિકિસ્રોત પર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પરિયોજના અંતર્ગત નીચે જણાવેલ પુસ્તકો શ્રાવ્ય માધ્યમમાં ઉપલબ્ધ છે:

સંપૂર્ણ પુસ્તકો

શ્રાવ્ય પુસ્તક:દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ - દ્વિતિય ખંડ
(ગાંધીજી, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ - પ્રથમ ખંડ
(ગાંધીજી, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:ઋતુના રંગ
(ગિજુભાઈ બધેકા, ધ્વનિ:રાજલ શુક્લ)
શ્રાવ્ય પુસ્તક:પ્રભુ પધાર્યા
(ઝવેરચંદ મેઘાણી , ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:અપરાધી
(ઝવેરચંદ મેઘાણી , ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:નિરંજન
(ઝવેરચંદ મેઘાણી , ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:લીલુડી ધરતી - ૨
(ચુનીલાલ મડિયા, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:લીલુડી ધરતી - ૧
(ચુનીલાલ મડિયા, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)

એકલ કૃતિઓ

અમર આશા
(મણિલાલ દ્વિવેદી, ધ્વનિ:અનંત રાઠોડ)
મગર અને શિયાળ
(ગિજુભાઈ બધેકા, ધ્વનિ:નિઝિલ શાહ)
હૃદયપલટો
(રામનારાયણ પાઠક, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
જક્ષણી
(રામનારાયણ પાઠક, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
કોદર
(રામનારાયણ પાઠક, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
ચિઠ્ઠી
(રામનારાયણ પાઠક, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
સૌભાગ્યવતી !!
(રામનારાયણ પાઠક, ધ્વનિ:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તકોની પૂર્ણ યાદિ


વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓ

વિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિકિપીડિયા
મુક્ત વિશ્વજ્ઞાનકોષ
વિકિકોશ
મુક્ત શબ્દકોશ
વિકિસૂક્તિ
અવતરણ સંકલન
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મિડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ
This article is issued from Wikisource. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.