વિકિસ્રોતમાં આપનું સ્વાગત છે

એક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે

કૃતિ સૂચિ
સર્જક સૂચિ
પુસ્તક સૂચિ


વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં મુક્ત સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન અમારો સમુદાય કરે છે. અમારી પાસે અત્યાર સુધીમાં ૨૧,૧૧૭ કૃતિઓ આવી છે. યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો. સભાખંડમાં પ્રશ્નો પુછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ.

શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ

રૂપક કૃતિ

માણસાઈના દીવાએ ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૫માં લખેલું રવિશંકર મહારાજનું જીવનચરિત્ર છે.

લોકસેવાના આજીવન દીક્ષિત એવા પાતળી કાઠીના, અડીખમ, ત્રાંબાવરણા, ટીપીને કોઈ શિલ્પીએ ઘડ્યા હોય એવા સત્પુરુષ શ્રી રવિશંકર મહારાજનું જીવનચરિત્ર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. આ કથા સૌ પ્રથમ ઊર્મિ નામના માસિકમાં ટુકડે ટુકડે પ્રગટ થઈ હતી.


વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ.

બરાબર બાવીશ વર્ષો પૂર્વેની એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાહ્યાભાઈ ફોજદારની—એવી ત્રણ લૂંટારુ ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાહ્યો બહારવટિયો પોતાને 'ડાયોભાઈ ફોજદાર' કહેવરાવતો.

એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો; એક પોતડીભર અને એક ટોપીભર. ઉંમર હશે ચાલીશેક.

આમ તો એને વહાણું વાયાથી તે રાતે સૂવા-વેળા થતાં લગી મુસાફરી કરવાની રોજિંદી ટેવ હતી, એટલે રોજ માર્ગે મળતાં ખેડૂત-લોકની પાયલાગણી અને પ્રેમભીની વાણી પોતાને પરિચિત હતી. પણ સીમમાંથી ભરકડા ગામ ભણી પાછા વળતાં લોકોનું આ રાતનું વર્તન કંઈક વિચિત્ર હતું.

કદી ન દીઠેલી તેવી કંઈક આકળવીકળતા ભરી ઉતાવળ આ રાતે મરદો-ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા'ડે તો મધ્યાહનના ધખતા ધોમ–ટાણેય જો આ 'મહારાજ' સામા મળે, તો પોતા–માયલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઉભાડી એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઈક વિશેષ ઉતાવળમાં કેમ હશે ? 'પાછા વળો ને!' એવું કહેવામાં પણ કેમ પોતાના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે ! એમના એ બોલમાં સચિંતપણાની સાથે પાછું કાંઈક દબાઈ જવા જેવું અને ગળું રૂંધાઈ જવા જેવું કેમ હશે ! –એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરો; પણ આવ્યા ભેળો તરત પસાર થઈ ગયો. 'હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાનીએ ઉતાવળમાં હશે. ને હું એક વાર ઊપડ્યો છું તે પાછો ન વળું એ તો તેમને સર્વેને જાણીતી વાત છે.'

(આગળ વાંચો...)
અથવા બધી રૂપક કૃતિઓ જોઈ જુઓ.





સહકાર્ય

અમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ.

હાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે ડાહ્યાભાઈ દેરાસરીની રચના સાઠીના સાહિત્યનું દિગ્દર્શન પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા અહિં જણાવો. આ કાર્યયોજનાના સંચાલક શ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે.

તાજી ઉમેરેલી કૃતિઓ

સ્વતંત્ર કૃતિઓ

વૈષ્ણવ નથી થયો તું રે હરિજન નથી થયો તું રે
(દયારામ)
આત્મસિદ્ધિ
(શ્રીમદ્ રાજચંદ્ર)
મુકુન્દરાય
(રામનારાયણ પાઠક)
સાચો સંવાદ
(રામનારાયણ પાઠક)
વાતચીતની કલા
(રમણલાલ દેસાઈ)
ચિઠ્ઠી
(રમણભાઈ મહિપતરામ નીલકંઠ)
ખરી મા
(રામનારાયણ પાઠક)
સૌભાગ્યવતી !!
(રામનારાયણ પાઠક)
કોદર
(રામનારાયણ પાઠક)
ગોવિંદ દામોદર માધવેતિ
(બિલ્વમંગળ આચાર્ય)
લાડીલા લાલજી આવો
(પ્રેમાનંદ સ્વામી)
લાડીલા માને વહાલા લાગો
(પ્રેમાનંદ સ્વામી)
રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે
(પ્રેમાનંદ સ્વામી)
રૂપાળા છો રાજીવ લોચન
(પ્રેમાનંદ સ્વામી)
રૂપ તમારું રસિયાજી
(પ્રેમાનંદ સ્વામી)


પુસ્તકો
કાર્યાધીન

સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
(ડાહ્યાભાઈ દેરાસરી , ૧૯૧૧)


પૂર્ણ પુસ્તકો

કચ્છનો કાર્તિકેય
(વિશનજી ચતુર્ભુજ ઠક્કુર, ૧૯૨૨)
આત્મવૃત્તાંત
(મણિલાલ દ્વિવેદી, ૧૯૭૯)
સિદ્ધરાજ જયસિંહ
(જયભિખ્ખુ, ૧૯૬૦)
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
(પ્રફુલ્લ રાવલ, ૨૦૦૮)
ત્રિશંકુ
(રમણલાલ દેસાઈ, ૧૯૫૫)   
નારીપ્રતિષ્ઠા
(મણિલાલ દ્વિવેદી, ૧૮૮૫)
યુગવંદના
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૧)
પ્રતિમાઓ
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૩)
પુરાતન જ્યોત
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૮)
સાસુવહુની લઢાઈ
(મહિપતરામ રૂપરામ નીલકંઠ, ૧૮૬૬)
ગુજરાતનો જય
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૯)
ગુજરાતની ગઝલો
(કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, ૧૯૪૩)







તાજી ઉમેરેલી કૃતિઓ પૈકી અમુકની આંશિક યાદી (ઉમેરો)

મુખ્ય શ્રેણીઓ

સર્જક

  • ભોજા ભગત
  • નરસિંહ મહેતા
  • સંત કબીર‎
  • ઝવેરચંદ મેઘાણી‎
  • કલાપી‎
  • નર્મદ
  • પ્રેમાનંદ
  • અખો

કૃતિઓ

  • આરતી, સ્તુતિ, સ્તવન અને સ્તોત્ર
  • નવલિકા‎
  • નવલકથા
  • લોકગીતો‎
  • લગ્નગીતો
  • વ્યાકરણ
  • બાળવાર્તા‎


વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓ

વિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિકિપીડિયા
મુક્ત વિશ્વજ્ઞાનકોષ
વિકિકોશ
મુક્ત શબ્દકોશ
વિકિસૂક્તિ
અવતરણ સંકલન
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મિડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ
This article is issued from Wikisource. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.